મિત્રો ખુબ સરસ અને સમજવા જેવી વાત કરી છે .
કોઈ એવા માં-બાપ ને સમજાય તો સારું
મને તો આજ સુધી નથી સમજાતું કે એક માં-બાપ આવું કૃત્ય કઈ રીતે કરી શકતા હશે?
એવી તો શું મજબુરી હશે કે પોતાના જ હાથે પોતાના (નહિ જન્મેલા) બાળક ને મારી નાખે...
• શું તમે બાળક ને જન્મ આપવા માટે તૈયાર નહોતા? અરે ભાઈ તો એ તમારો વાંક છે, તમે ધ્યાન નહોતું રાખ્યું..એની સજા આ માસુમ ને?
• શું તમે હજુ પરણેલા નથી?? જવાબ ઉપર જ છે...
• શું આવનારું બાળક છોકરી છે અને તમારે છોકરો જોઈએ છે?...ભાઈ મારા..પ્લીઝ ગ્રો અપ..
તમારા આવા નકામાં જુનવાણી વિચારો ને લઈને તમારા જ બાળક ને મારી રહ્યા છો.. તમે તો કાલે સવારે તમારી પત્ની ને પણ મારી શકો એટલા ખાતરનાક છો...
• શું ડોક્ટર કહે છે કે ફલાણા ટેસ્ટ પછી એવું લાગે છે કે તમારું બાળક ખોડ ખાંપણ વાળું હોઈ શકે??
મિત્ર, હું તો કહું છું આવા ટેસ્ટ કરાવવા જ શુંકામ??
જો બાળક ખામી વાળું હોય તો પણ એ તમારું છે... તમારે ભોગ આપવો જ રહ્યો....
મારે અહિયા કોઈ લાંબી ફિલોસોફી નથી કરવી... હું એબોર્શન કરાવનારા હલકટ માં-બાપ ને માનવ જાત ના દુશ્મન માનું છું અને બહુ નફરત કરું છું... તમે?
આવનારા બાળકો ને બચાવી શકતા હોય તો....
સમાજ ને બળ આપો, કાયરતા છોડો,દુનિયા બનાવો,લાગણી વહેચો પ્રેમ કરો.
No comments:
Post a Comment